Diwali 2022

 તહેવારોનો સંપુટ દિવાળી - અંધકારમાં પ્રકાશ ની ઉજવણી એટલે દિવાળી 

પોતપોતાના ઘર,સગા-વહાલા, મિત્રો, અને ગામ ની યાદ લઇ ને આવેલ આ વર્ષની દિવાળી આપણા ગુજરાતી સમાજ માટે ખાસ રહી. એક તરફ નવરાત્રી મહોત્સવ પૂરો થયો તેના બીજા દિવસથી જ સમાજના બોર્ડ મેમ્બર્સ અને કમિટીના વોલન્ટીયર્સ એ દિવાળીની તૈયારી ચાલુ કરી દીધી હતી તો બીજી તરફ રજીસ્ટ્રેશન માટે સૌનો નો ઉત્સાહ એટલો કે સમાજ ની વેબસાઈટ પર જઈને મેમ્બર્સ એ રજીસ્ટ્રેશન કરવાનું ચાલુ કરી દીધું હતું.આપણે આ વખતે કૈક વધુ કરવું તેવું પહેલેથી જ સૌના મન માં હતું. એટલે તૈયારી અને સૌની ભાગીદારી ની પણ વધુ જરૂર પડે એમ હતી. દિવાળીના આપણા સ્નેહમિલન ને એક એવું પ્લેટફોર્મ કેમ ન બનાવી શકાય જેમાં આપણા બાળકો અને મોટા કશું પરફોર્મ કરે. ભાગ લેનાર દરેક ને પોતાની સાનુકૂળ ભાષા માં સૌ વચ્ચે કશુંક કરવાની તક મળે. આ બધા વિચારો સાથે આપણે દિવાળી પરફોર્મન્સ માટે ની એન્ટ્રીઝ મંગાવેલ. કમિટી મીટિંગ્સ માં અને અન્ય જગ્યા એ એમ પણ નક્કી કર્યું કે આ વર્ષે શ્રી ગણેશ પૂજન કરી લક્ષ્મી પૂજા નું આયોજન કરવું.બાળકો માટે ની ગિફ્ટ્સ, તારામંડળ, પ્રસંગોચિત જમવાનું વિગેરે વિશે તૈયારી ચાલી રહી હતી ત્યારે આપણા બાળકો શ્લોક પઠન, ક્લાસિકલ ડાન્સ, અને અન્ય પરફોર્મન્સ ની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ વર્ષે દિવાળી સ્નેહ મિલન રાસતિલા ના એક કોમ્યુનિટી હોલ માં રાખવાનું નક્કી કરેલ. મેટ્રો લાઈન થી આ જગ્યા સારી રીતે કનેક્ટેડ છે. તારીખ 23 ઓક્ટોબર, રવિવાર, બપોરે 12 વાગ્યા થી આપણા માંથી અમુક પરિવારો એ વહેલા પહોંચીને ડેકોરેશન અને અન્ય ગોઠવણ ની કામગીરી શરુ કરી દીધેલ. સમય ઓછો ન પડે તે માટે પૂજા સમયસર શરૂ કરી દેવામાં આવેલ. ઘણા કુટુંબો ને પૂજા-આરતી નો લાભ મળ્યો. ભારતના 'વિરાટ' વિજય ના સમાચાર આવતા આનંદ અને સંતોષ બંને બેવડાયા!રમત-ગમત નો દોર આગળ ચાલ્યો, વિજેતાઓ ને ઇનામ વિતરણ થયું અને પછી રમ્યા સૌ ગરબા! આપણે સૌ જાણીએ છીએ તેમ દિવાળી મિલન દરમિયાન આવેલ સૌ ભૂલકાઓને (કહો કે, બાર વર્ષથી નાના સૌને) ગુજરાતી સમાજ તરફથી ગિફ્ટ વિતરણ કરવામાં આવે છે. આ એક વસ્તુ કે ઘટના નથી પણ યાદગીરી છે.બહાર અંધારું વધતા તારામંડળ કરવાનો સાચો સમય થઈ ગયેલ. બાળકો અને મોટા સૌએ તારામંડળ કરી મજા કરી. ફોટો સેશન અપેક્ષા પ્રમાણે જ લાંબુ ચાલ્યું. ત્યારબાદ સૌ ડિનર માટે એકત્રિત થયા. આ વર્ષે દિવાળી મિલન માટે નું ડિનર 'ટેસ્ટ ઓફ ઇન્ડિયા' ના કિચન માંથી આવેલ જેમાં પનીર કલોન્જી, દાલ મખની, બટર નાન, પુલાવ, સલાડ અને સાથે મીઠાઈ માં રસગુલ્લા હતા.વર્ષના છેલ્લા દિવસ 'દિવાળી' નિમિત્તે આયોજિત સ્નેહ મિલન આપણા ગુજરાતી સમાજનું પણ વર્ષ નું છેલ્લું આયોજન હોય તેથી વાતોમાં વધુ સમય વિતાવવાનું મન થાય તે સ્વાભાવિક હતું. આમ છતાં મળેલ જગ્યા સમયસર ખાલી કરી દેવી પણ જરૂરી હોય. સાફ-સફાઈ અને યથાસ્થિતિ ગોઠવણ કાર્ય બાદ સૌ છુટા પડ્યા.સૌના સહકારથી થયેલ એક સહિયારું દિવાળી મિલન યાદગાર બન્યું. ગુજરાતી સમાજ તરફથી સૌને નૂતન વર્ષાભિનંદન! ફરી પાછા મળીશું 

Gandhi Jayanti 2022